શિક્ષણશાસ્ત્ર ભવન ખાતે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા વિષયક જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શિક્ષણશાસ્ત્ર ભવન ખાતે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા વિષયક જનજાગૃતિ કાર્યક્રમ

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિભાગની Extension Activity તથા સમાજમાં માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસાર-પ્રચારના હેતુથી તા. ૨૩/૦૭/૨૦૨૫ના રોજ શિક્ષણશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એલએલ.એમ. અભ્યાસક્રમના ભાગરૂપે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા વિષયક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન શિક્ષણશાસ્ત્ર ભવનના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને "માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા" વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાં માનવ અધિકારોની સંકલ્પના, ભારતીય બંધારણમાં માનવ અધિકારોનું સ્થાન, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતો, યુદ્ધ અને સંઘર્ષની પરિસ્થિતિમાં માનવ ગૌરવનું રક્ષણ, તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારોના સંરક્ષણ માટે કાર્યરત સંસ્થાઓની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો પ્રત્યે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે માટે સંવાદાત્મક ચર્ચા પણ યોજાઈ હતી.

કાર્યક્રમમાં શિક્ષણશાસ્ત્ર ભવનના ડૉ. શ્રદ્ધાબેન બારોટ, ડૉ. કે. પી. ડામોર, માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વડા ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા, વિભાગના અધ્યાપક ડૉ. સાગર અમીપરા તથા સંશોધન વિદ્યાર્થિની સોનલબેન તાવીયાડ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માનવ અધિકારોના રક્ષણ અને સમાજમાં તેની પ્રાસંગિકતા અંગે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં શિક્ષણશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ વિષયો પર પ્રશ્નોત્તરી તથા ચર્ચામાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

કાર્યક્રમના સફળ આયોજનમાં એલએલ.એમ.ના વિદ્યાર્થીઓ દ્વારા નોંધપાત્ર આયોજનાત્મક યોગદાન આપવામાં આવ્યું હતું.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આવા વિસ્તરણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરીને વિદ્યાર્થીઓમાં માનવ અધિકારો, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા, બંધારણીય મૂલ્યો તથા કાયદાકીય જાગૃતિનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

23-07-2025